3 દિવસ પછી લોન્ચ થશે તગડો IPO

લક્ઝરી ફર્નિચર ઉત્પાદક સ્ટેનલી લાઇફસ્ટાઇલ લિમિટેડે IPO લોન્ચ કરવા માટે તારીખની જાહેરાત કરી દીધી છે. 

કંપનીનો IPO 21 જૂનના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. ઈશ્યૂમાં શેર દીઠ રૂ. 351 થી રૂ. 369ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

કંપનીના રૂ. 537 કરોડના આ ઈશ્યુમાં નવા શેર અને ઓફર ફોર સેલ (OFS) બંનેનો સમાવેશ થશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સ્ટેનલી લાઇફસ્ટાઇલ લિમિટેડ આઇપીઓમાં રૂ. 200 કરોડના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે 91.33 શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.

બિડિંગ માટે લઘુત્તમ લોટ સાઈઝ 40 શેર હશે અને આગળની બિડ આના ગુણાંકમાં મૂકવામાં આવશે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઈશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ હશે.

ઈસ્યુમાંથી મળેલા રૂપિયાથી કંપની નવા સ્ટોર ખોલશે. તાજા ઇશ્યૂમાંથી ઊભા કરાયેલા રૂ. 90.13 કરોડ સાથે નવા સ્ટોર્સ ખોલવામાં આવશે.

જ્યારે રૂ. 39.99 કરોડ એન્કર સ્ટોર્સ ખોલવા માટે અને રૂ. 10.04 કરોડનો ઉપયોગ હાલના સ્ટોર્સના નવીનીકરણ માટે કરવામાં આવશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.