શરૂ કરો આ બિઝનેસ થઈ જશો માલામાલ
જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક સારો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ.
આ એક એવો બિઝનેસ છે. જેમાં સ્પર્ધા ઘણી ઓછી છે.
અમે વાત કરી રહ્યા છીએ સોપારીની ખેતી વિશે. સમગ્ર વિશ્વમાં સોપારીનું ઉત્પાદન ભારતમાં થાય છે.
વિશ્વમાં 50 ટકા સોપારીનું ઉત્પાદન ભારતમાં થાય છે. તેનો ઉપયોગ પાન ગુટખાથી લઈને ધાર્મિક કામો સુધીની દરેક વસ્તુમાં થાય છે.
સોપારીની ખેતી કોઈપણ જમીનમાં કરી શકાય છે. જો કે ચીકણી માટી તેના માટે વધુ સારી માનવામાં આવે છે.
તેના વૃક્ષો નારિયેળ જેવા 50-60 ફૂટ ઊંચા હોય છે. તે 7-8 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે.
એક વારમાં તમે તેની ખેતી શરૂ કરી દીધી તો ઘણા દાયકાઓ સુધી સારી કમાણી કરતા રહેશો.
સોપારીના છોડની ખેતી બીજ માંથી છોડ તૈયાર કરીને એટલે કે નર્સરી ટેકનીક દ્વારા કરવામાં આવે છે. આ માટે સૌ પહેલા ક્યારાઓમાં બીજ તૈયાર કરવામાં આવે છે.
જ્યારે આ બીજ છોડના રૂપમાં તૈયાર થાય છે, ત્યારે તેને ખેતરોમાં વાવવામાં આવે છે. જ્યાં પણ આ છોડ વાવવામાં આવ્યા છે ત્યાં પાણીનો પ્રવાહ વધુ સારો હોવો જોઈએ.
જુલાઈમાં સોપારીનું વાવેતર કરવું વધુ સારું છે. જો તમે ખાતર માટે ગાયના છાણ અથવા કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે.
જો તમે એક એકરમાં સોપારીની ખેતી કરો તો બંપર કમાણી કરી શકો છો.