પંખાની કિંમતમાં અહીં મળે છે લાકડાના દેશી કૂલર, આખા ઘરને એવું ઠંડુ કરશે કે ધાબળો ઓઢવો પડશે...

સિરોહીના ભીલવાડા સહિત કેટલીય જગ્યાઓ પર લાકડામાંથી બનેલા દેશી કૂલર વેચતા કારીગરો છે.

કૂલર બનાવતા કારીગર ભીલવાડાથી પોતાની સાથે કાચો માલ લઈને આવે છે અને અહીં તૈયાર કરતા હોય છે. 

ઈલેક્ટ્રિક દુકાનો પર વેચાતા કૂલરથી અલગ રસ્તાની સાઈડમાં વેચાતા લાકડાના કૂલર દેખાવે પણ ખૂબ જ આકર્ષક લાગે છે.

ખાસ પ્રકારના લાકડામાંથી તૈયાર થતા આ કૂલર મજબૂત અને ટકાઉ હોય છે. આ કૂલર વોટર પ્રુફ પ્લાઈથી બનાવામાં આવે છે, તેની ઉપર અને સામેની તરફ પ્લાઈ લગાવેલ હોય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ કૂલરની પ્લાઈ ન તો ખરાબ થાય છે, ન તો પાણી લાગવાથી તે ફુલાય છે.

લાકડું હોવાના કારણે તેમાં કાટ લાગવાનો પણ ડર રહેતો નથી. આ કૂલરની લોકોમાં ખાસ્સી ડિમાન્ડ રહે છે.

આ કૂલર સામે બેસવાથી ઘરને એટલું ઠંડુ કરી દેશે કે, તમારે ધાબળો ઓઢવો પડશે.

લાકડાના કૂલર ત્રણ સાઈઝમાં તૈયાર થાય છે, તેમાં નાની સાઈઝનું કૂલર 3500 રૂપિયામાં આવે છે. 

મીડિયમ સાઈઝનું કૂલર 4,500 રૂપિયા અને મોટા કૂલર 6 હજાર રૂપિયામાં વેચાય છે. આ કૂલર બનાવવામાં 4 કલાકનો સમય લાગે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા