શેરમાર્કેટમાં આ શેર પર નજર રાખજો

શેરબજારમાં પાછલા કેટલાક દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવે માર્કેટ ઉપર જવાની કોશિશ કરી રહ્યું છે.

પાછલા 8 સેશનમાં નિફ્ટિ 24,350-24,500 વચ્ચે અટક્યું છે, પરંતુ ઈન્ડેક્સની રેન્જમાંથી બહાર નીકળ્યું હતું.

હવે બજાર કેવી ચાલ ચાલે છે તે માટે ગ્લોબલ સંકેતો ખાસ કરીને અમેરિકન ફેડ રિઝર્વના નિર્ણય પર રહેશે.

19 ઓક્ટોબરથી શરુ થયેલા માર્કેટની શરુઆત સારી રહી હતી પરંતુ પછી તે પોતાને પડતા બચાવી શક્યું નહોતું.

નવા અઠવાડિયામાં સૌથી વધુ નજર હિન્દુસ્તાન ઝિંક અને મારૂતિ શેર પર રાખવામાં આવી રહી છે.

વેદાંતાની ઓફર ઓફ સેલના કારણે પાછલા અઠવાડિયે હિન્દુસ્તાન ઝિંકના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. 

આ સિવાય એસ્કોરટ્સ, ટેક્નો ઈલેક્ટ્રિક, જુબેલિયન ફાર્મોવાના શેરમાં ઉતાર-ચઢાવ કેવી રહેશે તેના પર નજર રહેશે.

અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા અને કેપલિન પોઈન્ટના શેરો નજર રાખી શકો છો, કારણ કે આ શેરોમાં ઉતારચઢાવ જોવા મળી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.