એક્સપર્ટની સલાહ, આ સ્તરથી નીચે જાય તો વેચી દેજો Suzlonના શેર
સુઝલોન એનર્જીના શેરોમાં આ વર્ષે જબરદસ્ત તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતથી હજુ સુધી તેનો ભાવ બમણો થઈ ચૂક્યો છે અને તેણે લગભગ 140 ટકાનું રિટર્ન આપ્યું છે.
પરંતુ શું આ તેજી આગળ પણ યથાવત રહેશે? ટેક્નિકલ એનાલિસ્ટ અને ચાર્ટ એક્સપર્ટ સરવેન્દ્ર શ્રીવાસ્તવે અમારી સહયોગી ચેનલ CNBC આવાઝ પર એક મહત્વની ચેતવણી આપી છે.
એક્સપર્ટનું કહેવું છે કે, સુઝલોનનો શેર 71કે 70 રૂપિયાના સ્તરની નીચે બંધ થાય છે, તો રોકાણકારોને તરત તેના પોઝિશનથી બહાર નીકળી જવું જોઈએ.
શ્રીવાસ્તવે કહ્યું કે, Suzlonમાં હાલ જરૂર નફો મળી રહ્યો છે, પરંતુ તેના શેરોની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, જ્યારે તે ઘટવા લાગે છે, તો તે સર્કિટમાં ફંસાઈ જાય છે.
તેમણે રોકાણકારોને ટ્રેલિંગ સ્ટોલ લોસ લગાવવાની સલાહ આપી છે, જેને હાલ 71 રૂપિયા પર રાખવો જોઈએ.
ટેક્નિકલ દ્રષ્ટિએ, સુઝલોનનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 70થી નીચે આવીને 64 પર છે, જે જણાવે છે કે શેર ઓવરબોટ ઝોનથી બહાર આવી ગયો છે.
સુઝલોન એનર્જીને લઈને કેટલાક અન્ય એક્સપર્ટે પણ પોતાની સલાહ આપી છે. ટ્રેડબુલ્સના સચિતાનંદ ઉત્તેકરનું કહેવું છે કે, આ શેર આગળ 115 રૂપિયા સુધી જઈ શકે છે.
ટેક્નિકલ એનાલિસ્ટ પ્રકાશ ગાબાએ કેટલાક દિવસ પહેલા સલાહ આપી હતી કે, રોકાણકારો આ શેરમાં તેમનો 50 ટકા નફો બુક કરી લે.
માર્કેટ એક્સપર્ટ માનસ જયસવાલે સુઝલોન એનર્જી પર પોતાની સલાહ આપી કે, શેર 100થી 102 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.