સુપરફાસ્ટ કમાણી કરવા માટે આ 2 શેર ખરીદી લો

બજારના ટેકનિકલ્સ પર વાત કરવા માટે મનીકંટ્રોલ સાથે JM ફાઈનાન્શિયલના ડિરેક્ટર & હેડ ઓફ રિસર્ચ રાહુલ શર્મા જોડાયા હતા.

તેમણે કહ્યું કે, હવે બજારમાં ફોકસ રિલાયન્સની AGM, મેક્રો ડેટા, મંથલી એક્સપાયરી પર રહેશે. 

હવે બજારનું ફોકસ તે શેરો અને સેક્ટરો પર હશે, જેમાં હજુ સુધી ટાર્ગેટ હાંસલ થયા નથી. હવે આપણે બેંકિંગ અને મેટલ શેરો પર ફોકસ કરવું જોઈએ.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હવે મિડ અને સ્મોલકેપથી શિફ્ટ થઈને લાર્જ કેપમાં ઓવરવેઈટ થઈ શકે છે. લાર્જ કેપની તેજી હજુ શરૂ થઈ છે. આગામી મહિનામાં આ મોમેન્ટમ વધી શકે છે.”

રાહુલે આગળ કહ્યું કે, આવનારા દિવસો માટે તેમની એક ટોપ પિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. શેરે 3020નું તેનું પાછલા વીકનું રેજિસ્ટેન્સ પાર કરી લીધું છે. 

હવે આગળ શેર 3,100થી લઈને 3,150 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. આ શેરમાં 2,980 રૂપિયાના સ્ટોપલોસની સાથે નવી ખરીદી જોવા મળી શકે છે.

રાહુલ શર્માની બીજી ટોપ પિક એસ્કોર્ટ્સ કુબોટા છે. રાહુલને આ શેરનો સેટઅપ ઘણો સારો દેખાઈ રહ્યો છે. 

સ્ટોક ડેલી ચાર્ટ પર એક રાઉન્ડિંગ બોટમ બનાવીને શોર્ટ ટર્મમાં 4,000 રૂપિયાના સ્તરને પાર કરવા માટે તૈયાર છે. આ શેરમાં 3,850 રૂપિયા પર સ્ટોપલોસ લગાવો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.