મે મહિનામાં તિજોરી રૂપિયાથી ભરવી હોય તો આ 18 શેર ખરીદી લેજો

MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં મે મહિના દરમિયાન ફેરફાર થવાનો છે. જેના કારણે કેનેરા બેંક, વોલ્ટાસ અને સુંદરમ ફાઈનાન્સ સહિત 18 શેરોમાં મે મહિના દરમિયાન તેજી જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ JM ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશનલ સિક્યોરિટીઝનું માનીએ તો આ ફેરફાર બાદ 18 શેરોનો MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં જગ્યા મળી શકે છે. 

MSCI 14મેના રોજ તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સોમાં ફેરફાર કરવાનું છે. આ ફેરફાર 31મેથી પ્રભાવી થશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

JM ફાઈનાન્શિયલે કહ્યું કે, આ 18 શેરોના વર્તમાન ભાવ પ્રમાણે, ઈન્ડેક્સમાં સામેલ થયા બાદ આમાં કુલ 2.7 અબજ ડોલર (22,400 કરોડ રૂપિયા)નું રોકાણ આવી સકે છે.

કેનેરા બેંકમાં સૌથી વધારે 22.8 કરોડ ડોલરનું રોકાણ આવી શકે છે. ત્યારબાદ 17.4 કરોડ ડોલરની સાથે વોલ્ટાસ બીજા અને 16.9 કરોડ ડોલરી સાથે સુંદરમ ફાઈનાન્સ ત્રીજા સ્થાન પર રહી શકે છે. 

પોલિસીબજાર અને ડિક્સન ટેકમાં ક્રમ અનુસાર 16.8 અને 15.6 કરોડ ડોલરનું રોકાણ આવી શકે છે. ઓઈલ ઈન્ડિયા અને સોલર ઈન્ડસ્ટ્રી બંનેના શેરોમાં 12.6 અબજ ડોલરનું રોકાણ આવી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.