'બર્ડ સ્યુસાઈડ પોઈન્ટ', ભારતનું રહસ્યમય સ્થળ જ્યાં પક્ષીઓ કરે છે આત્મહત્યા!

આસામના બોરેલ પહાડીઓની વચ્ચે આવેલું ગામ જટીંગાને 'બર્ડ સ્યુસાઈડ પોઈન્ટ' કહેવામાં આવે છે.

અહીં 1-2 નહીં પરંતુ મોટી સંખ્યામાં પક્ષીઓ આત્મહત્યા કરે છે.

આ આત્મહત્યાના બનાવો સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં વધુ બને છે.

અહીં સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે પક્ષીઓ આત્મહત્યા કરે છે.

એક્સપર્ટનું માનવું છે કે આ રહસ્યમય ઘટનાનું કારણ મેગનેટિર ફોર્સ છે.

એવું પણ મનાય છે કે ધુમ્મસવાળા વાતાવરણમાં અહીં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. 

આને કારણે, પક્ષીઓ પ્રકાશના સ્ત્રોતની નજીક ઉડે છે.

પ્રકાશના અભાવના લીધે તે સાફ જોઈ શકતા નથી અને તેઓ મકાન, વૃક્ષો અને વાહનો સાથે અથડાય છે.

ગામલોકોનું માનવું છે કે ગામમાં કોઈ અનિષ્ટ શક્તિ છે જે અહીં પક્ષીઓને જીવવા દેતી નથી.