શ્રીદેવીએ 103 ડિગ્રી તાવ સાથે આ હિટ ગીત શૂટ કર્યું હતું!
ભલે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી, પરંતુ દુનિયા આજે પણ તેમને ફિલ્મોમાં કરેલા અદ્ભુત કામ માટે યાદ કરાય છે.
તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓ સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
શ્રીદેવીએ તેમના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે, લોકોને તેમની એક્ટિંગથી પ્રભાવિત કર્યા અને તેના આધારે ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું.
તેમની ઘણી ફિલ્મો અને ગીતો હિટ રહ્યા હતા. તેમણે એક ગીત ભારે તાવ છતાં શૂટ કર્યું. આજે અમે તમને એ ગીત વિશે જણાવીએ
આ ગીત- 'ના જાને કહાં સે આયી હૈ' છે, જે 1989ની ફિલ્મ 'ચાલબાઝ'નું છે. જેમાં તેમના કો-સ્ટાર સની દેઓલ હતા.
આ ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે શ્રીદેવીને 103 ડિગ્રી તાવ હતો. આ એક વરસાદી ગીત હોવાથી તેમણે વરસાદમાં ભીંજાઈને આ ગીત શૂટ કર્યું હતું.
વર્ષ 1989માં સની દેઓલ, શ્રીદેવી, રજનીકાંત અભિનીત 'ચાલબાઝ' ફિલ્મે ધૂમ મચાવી હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર પાંચમી ફિલ્મ સાબિત થઈ હતી.
શ્રીદેવીની 'ચાંદની', 'નાગિન', 'જુદાઈ', 'હીર-રાંઝા', 'ખુદા ગવાહ', 'ચાલબાઝ', 'મિસ્ટર ઈન્ડિયા' જેવી ફિલ્મો યાદગાર રહી છે. જેને લોકો ક્યારેય ભૂલી શકતા નથી
લેડી સુપર સ્ટાર શ્રીદેવી આજે પણ તેમના ફિલ્મો અને ડાન્સના જાદૂના કારણે લોકોના દિલમાં રાજ કરે છે.