સુરતની આ દીકરી પૂજા સામગ્રીમાંથી બનાવે છે રાખડી, આ રીતે કરો ઓર્ડર

આજના યુગમાં દરેક બહેન પોતાના ભાઈને અલગ-અલગ પ્રકારની રાખડી બાંધવા ઈચ્છે છે.

હાલ, લોકો વેસ્ટર્ન કલ્ચરને બદલે તેઓ પરંપરાગત સામગ્રીથી બનતી રાખડીઓ પસંદ કરે છે. 

ત્યારે, સુરતની આયુષી દેસાઈ ખાસ પૂજાની સામગ્રીનો ઉપયોગ કરીને આકર્ષક રાખડી બનાવે છે. 

રુદ્રાક્ષ, મોરપંખ, કંકુ, ચોખા, ચંદન વગેરેને ઉપયોગ કરીને આ રાખડાી બનાવવામાં આવે છે.

આ રક્ષાકવચનું લોકો વચ્ચે ભારે ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. 

પૂજાની સામગ્રીઓની સાથે 24 કેરેટ ગોલ્ડની પરતવાળી ડિઝાઇન સાથે આ રાખડી તૈયાર કરવામાં આવી છે. 

ગણેશજી અને મહાદેવના સ્ટીકરથી લઈને અલગ અલગ શ્લોકના સ્ટીકરનો ઉપયોગ પણ આ રાખડીમાં કર્યો છે. 

સાથે જ કંકુના બેઝની રાખડીમાં કલરફુલ કે વુડન ફોટો મુકીને પણ રાખડી તૈયાર કરી છે. 

લકી નંબર મુજબ રુદ્રાક્ષ મૂકીને તૈયાર કરવામાં આવેલી રાખડીઓનો ક્રેઝ પણ હાલ જોવા મળી રહ્યો છે.

આયુષી ફક્ત સુરત જ નહીં પરંતુ, દેશના વિવિધ જગ્યાએથી ઓર્ડર લઈને રાખડી પાર્સલ કરે છે. 

વિદેશમાં પણ ધાર્મિક કોન્સેપ્ટ ઉપર તૈયાર થયેલી રાખડીઓનો ક્રેઝ જોવા મળે છે અને ત્યાંથી પણ ઓર્ડર મળે છે.

જેથી ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિતના દેશમાં રાખડી મોકલાવી છે. રાખડીની કિંમત રૂ. 100 રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો