ગોપાલ મારો 'ચાંદીના' પારણિયે ઝૂલે રે...! 

રક્ષાબંધન બાદ જન્માષ્ટમીના તહેવારની બજારમાં રોનક જોવા મળી રહી છે.

હાલ, બજારમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરુપના વિવિધ વાઘા અને પારણાં જોવા મળે છે.

કેટલાંક લોકો આ તહેવારને ખાસ બનાવવા ચાંદીના પારણા ખરીદે છે.

સુરતમાં જ્વેલર્સ દીપ ચોક્સીને ત્યાં અવનવી ડિઝાઈન વાળા ચાંદીના પારણા મળે છે. 

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લોકોમાં ચાંદીના પારણાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

લોકો 300 ગ્રામથી 5 કિલો સુધીના ચાંદીના પારણા ખરીદી રહ્યા છે. 

જેની કિંમત 5 લાખ સુધીની પણ હોય છે. 

જન્માષ્ટમીના દિવસે લોકો શ્રી કૃષ્ણને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.

આ માન્યતાને કારણે લોકો પોતાના ઘરના કાન્હા માટે ચાંદીના પારણા ખરીદે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો