અહીંની પાઉંભાજી ખાશો તો આંગળીઓ ચાટી જશો, ટેસ્ટ માણવા લાગે છે લોકોની ભારે ભીડ

સુરતના કડોદરા રોડ પર આવેલી જેઠાની પાઉંભાજી સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. 

જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી આ દુકાન ચલાવવામાં આવે છે, પરંતુ દરેક લોકો તેમને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે.

હાલ જેઠાભાઈના બે દીકરા વિનોદભાઈ અને મનોજભાઈ પાઉંભાજીનું વ્યવસાય સંભાળે છે. આ બંને ભાઈએ 49 વર્ષ પહેલાં પાઉંભાજી બનાવવાની શરૂઆત કરી હતી.

આ પાઉંભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ ડીશના છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

દરરોજ અહીંયા 600થી 700 લોકો આ પાઉંભાજીનો સ્વાદ માણવા આવે છે.

જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે કે, માત્ર સુરતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ જ ડિમાન્ડ છે.

વિદેશ માટે તેઓ ખાસ પ્રકારની ડ્રાય ભાજી બનાવે છે.

આ ભાજી પાઉંડર ફોર્મમાં બનાવવામાં આવે છે કે જે, એક વર્ષ સુધી ખાવામાં ઉપયોગી બની શકે છે.

જેઠાની પાઉંભાજી USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી લઈ ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશોમાં લોકો ખાઈ રહ્યા છે.

એ સિવાય મોટાભાઈ વિનોદભાઈ વિદેશમાં જઈને પણ પાઉંભાજી બનાવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક