ગુજરાતની કંપનીના શેર પાછળ 3-3 એક્સપર્ટ બુલિશ, આપી રહ્યા છે ખરીદવાની સલાહ

સુઝલોન એનર્જીના શેરમાં તેજી રોકાવાનું નામ લઈ રહી નથી. શેરમાં સતત ખરીદી યથાવત છે.

આજે 12 ઓગસ્ટના રોજ કંપનીના શેર 5 ટકાના અપર સર્કિટની સાથે 80.36 રૂપિયા પર લોક થઈ ગયા છે. આ કંપનીની નવી 52 સપ્તાહની હાઈ છે. 

સુઝલોન એનર્જીએ રેનોમ એનર્જી સર્વિસિસમાં ₹660 કરોડમાં બે તબક્કામાં 76% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી. આ પછી, શેરમાં સતત તેજી યથાવત છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

CNBC TV-18 સાથે વાતચીતમાં સુઝનોલ ગ્રુપના સીઈઓ જેપી ચલસાનીએ કહ્યું કે, કંપની રેનોમમાં પોતે વિલય નહીં કરે અને તે સ્વતંત્ર રૂપથી કામ યથાવત રાખશે.

સુઝલોન એનર્જી પર કવરેજ કરનારા 5 એક્સપર્ટ્સમાંથી ત્રણે શેર પર ખરીદીની રેટિંગ આપી છે, જ્યારે અન્ય 2એ હોલ્ડની રેટિંગ આપી છે.

સુઝલોને 2005ના અંતમાં 500 રૂપિયાના આઈપીઓ મૂલ્ય પર શેરબજારમાં તેની શરૂઆત કરી હતી. 

સુઝલોન એનર્જીના શેરોમાં ગત 1 મહિનામાં 41 ટકા જેટલી તેજી નોંધવામાં આવી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.