આ કાર્ડ લઈ લો, રોજ થિયેટરમાં ફ્રી મૂવી જોવા મળશે

ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખુશખબરી છે. જો તમે મલ્ટીપ્લેક્સ ચેઈન પીવીઆર આઈનોક્સ દ્વારા ફિલ્મ ટિકિટ બુકિંગ કરાવો છો, તો તમારા માટે કોટક પીવીઆર આઈનોક્સ ક્રેડિટ કાર્ડ એક યોગ્ય કાર્ડ સાબિત થઈ શકે છે.

આ કાર્ડ દ્વારા તમે દર મહિને અનલિમિટેડ મૂવિ ટિકિટ મેળવી શકો છો.

આ ક્રેડિટ કાર્ડને પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક અને મલ્ટીપ્લેક્સ ચલાવનારી કંપની પીવીઆર આઈનોક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

આ કાર્ડને વીઝા VISA પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે, કાર્ડને તે બધા મર્ચેન્ટ આઉટલેટ કે ઓનલાઈન પ્લેટફોર્મમાં ઉપયોગ કરી શકાશે, જે વીઝા કાર્ડને સ્વીકાર કરે છે.

બિલિંગ સાયકલમાં કોટક પીવીઆર આઈનોક્સ ક્રેડિટ કાર્ડ દ્વારા દર 10000 રૂપિયાના ખર્ચ પર કાર્ડ ધારકને 300 રૂપિયા કિંમતની એક પીવીઆર આઈનોક્સ મૂવિ ટિકિટ મળે છે. 

અહીં નોંધવા જેવી વાત એ પણ છે કે, રેન્ટ પેમેન્ટ અને વોલેટ રીલોડ પર કરવામાં આવેલા ખર્ચ સામેલ નહીં થાય.

10,000 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો - કોઈ ટિકિટ નહીં રૂ. 10,001 થી રૂ. 20,000 સુધીનો ખર્ચ – 1 મૂવી ટિકિટ રૂ. 20,001 થી રૂ. 30,000 સુધીનો ખર્ચ – 2 મૂવી ટિકિટ રૂ. 30,001 થી રૂ. 40,000 સુધીનો ખર્ચ – 3 મૂવી ટિકિટ રૂ. 40,001 થી રૂ. 50,000 સુધીનો ખર્ચ – 4 મૂવી ટિકિટ રૂ. 50,001 થી રૂ. 60,000 સુધીનો ખર્ચ– 5 મૂવી ટિકિટો

આ કાર્ડ કોન્ટેક્સલેસ ટેકનોલોજીથી લેસ છે, જેનાથી ગ્રાહકોને ‘ટેપ એન્ડ પે’ની સુવિધા મળે છે એટલે કે કાર્ડને સ્વાઈપ કર્યા વગર પીઓએસ મશીન પર માત્ર ટેપ કરીને પેમેન્ટ કરી શકાય છે.  

કોટક પીવીઆર આઈનોક્સ ક્રેડિટ કાર્ડની જોઈનિંગ ફી ઝીરો છે, તેની વાર્ષિક ફી 499 રૂપિયા છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.