અમદાવાદમાં અહીં 1, 2 નહીં પણ મળે છે 51 પ્રકારના ટેસ્ટી પફ
અમદાવાદના ખાણીપીણીના શોખીન માટે આવી ગયું છે નવું સરનામું.
આ સ્થળનું નામ ધર્મનંદન લાઈવ પફ હાઉસ છે.
આ સ્થળે તમે લાઈવ પફની મજા માણી શકો છો.
ધર્મનંદન પફ હાઉસ ખાતે નજરની સામે જ ગરમા-ગરમ પફ તૈયાર કરવામાં આવે છે.
તાજા પફ લોકોને સરળતાથી મળી રહે તે માટે દૈનિક કલાથિયા, જયકિશન ઝાંઝરુકિયા અને પારસ સુતરિયાએ ભાવનગર ખાતે લાઇવ પફના સ્ટાર્ટ અપની શરૂઆત કરી હતી.
આજે લાઈવ પફની 8ખી વઘારે શાખા સ્થાપના કરવામાં આવી છે.
અમરેલી, સુરત અને અમદાવાદ જેવા વિવિધ શહેરોમાં ધર્મનંદન લાઇવ પફની શાખા આવેલી છે.
અમદાવાદમાં ધર્મનંદન લાઇવ પફની ફ્રેન્ચાઇઝી પ્રદીપ પટેલ અને ભારતી પટેલ દ્વારા ખોલવામાં આવી છે.
તેઓ પફની 50 થી 51 પ્રકારની વેરાઈટી રાખે છે.
તેમણે દાવો કર્યો છે કે, રોજ તેઓ 7000 પફ વેચે છે.
અહીં પફની કિંમત 20 રુપિયાથી શરુ થાય છે.
અહીં ચાઇનીઝ પફ, ચીઝ પફ, સેઝવાન પફ, પનીર પફ, માયોનીઝ પફ, ગાર્લિક પફ, ચીઝ મલાઈ પફ, સેવ સિંગ પફ, મન્ચુરિયન સ્ટફિંગ પફ, હક્કાનુડલ્સ સ્ટફિંગ પફ, ચોકલેટ પફ વગેરે મળી રહે છે.
બ્લ્યુ બેરી,બ્લ્યુ લગૂન, કિવી, વોટરમેલન, ગ્રીન એપલ વગેરે મોજીટોની મજા પણ અહીં માણી શકો છો.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...