2-2 ડિવિડન્ડ આપી રહી છે ટાટાની કંપની, ચેક કરો રેકોર્ડ ડેટ

ક્વાટર પરિણામોની સાથે કંપનીઓ તેમના રોકાણકારોને ડિવિડન્ડ વહેંચી રહી છે અને આ કડીમાં આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની TCS અને HCL ટેકે તેના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે.

ટીસીએસએ રોકાણકારો માટે અંતરિમ ડિવિડન્ડની સાથે-સાથે સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. 

હવે આ સપ્તાહમાં જ આ કોર્પોરેટ એક્શનની એક્સ ડેટ્સ પડી રહી છે. એટલે કે આ ડિવિડન્ડનો ફાયદો ઉઠાવવા માટે હવે તમારી પાસે અંતિમ મોકો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

TCSએ જાહેરાત કરી કે, તે તેના રોકાણકારોને 9 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ અને 18 રૂપિયા પ્રતિ શેરનું સ્પેશિયલ ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

જ્યારે HCL ટેકે તેના રોકાણકારોને 12 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના પરિણામોની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

આ બંને કંપનીઓના ડિવિડન્ડ માટે 19 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

કોઈપણ કોર્પોરેટ એક્શનનો ફાયદો ઉઠાવવા માટે કંપની એક રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. આ તે તારીખ હોય છે, જે દિવસે કંપનીના રેકોર્ડમાં લિસ્ટ બધા રોકાણકારોને આ કોર્પોરેટ એક્શનનો ફાયદો મળે છે

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.