શેરબજારમાં રોકાણ માટે હજારો સ્ટોક્સ ઉપલબ્ધ છે. પરંતુ દરેક રોકાણકાર ક્વાલિટી શેરોમાં જ રૂપિયા લગાવવાનું પસંદ કરે છે, જેથી સારું રિટર્ન અને રૂપિયાની સુરક્ષા બંને મળી શકે.
ભારતમાં ટાટા ગ્રુપ એક વિશ્વાસપાત્ર નામ છે, એટલા માટે ટાટાની કોઈપણ કંપનીમાં રોકાણકાર આંખ બંધ કરીને રૂપિયા લગાવવામાં પણ સંકોચાતા નથી.
વિદેશી બ્રોકરેજ ફર્મ યૂબીએસએ ટાટા ગ્રુપના એક શેર પર રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝ પર પોતાનો ટાર્ગેટ પ્રાઈસ વધાર્યો છે.
UBSએ ટીસીએસના શેરો પર ન્યૂટ્રલ રેટિંગ આપતા ખરીદીની સલાહ આપી છે. સાથે જ ટાર્ગેટ પ્રાઈસ 4,000 રૂપિયાથી વધારીને 4,700 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
ટીસીએસના શેરો પર બ્રોકરેજ ફર્મ યૂબીએસે ખરીદીની સલાહ આપતા કહ્યું કે, કંપનીને મોટી ડીલ મળવાથી લાંબાગાળામાં સારી વૃદ્ધિ જોવા મળશે.
9 ફેબ્રુઆરીના રોજ ટીસીએસના શેરે 52 સપ્તાહની હાઈ 4,184 રૂપિયાનું સ્તર સ્પર્શ કર્યું હતું. 2004માં ટીસીએસના શેર 120 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા હતા અને આજે કિંમત છેક આસમાને પહોંચી ગઈ છે.
કમાણીના મામલે અન્ય કંપનીઓ કરતા આગળ છે TCS- UBSના એનાલિસ્ટને આશા છે કે, ટીસીએસ રેવન્યૂ ગ્રોથના મામલે 100-150 બેસિસ પોઈન્ટ સુધી અન્ય આઈટી કંપનીઓથી આગળ રહેશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.