Tataની કંપનીનો આ શેર પડ્યો હોય તો વેચી દેજો, 20 ટકા ભાવ ગબડી શકે

બ્રોકરેજ ફર્મ યૂબીએસે એકવાર ફરીથી ટાટા મોટર્સના શેરને વેચવાની સલાહ આપી છે.

બ્રોકરેજે કહ્યું કે, ટાટા મોટર્સની બ્રિટિશ સબ્સિડિયરી જેગુઆર લેન્ડ રોવર અને ભારતના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં તેના માર્જિનમાં ઘટાડાનું જોખમ છે. 

UBSએ ટાટા મોટર્સના શેર માટે 825 રૂપિયાનો ટાર્ગેટ યથાવત રાખ્યો છે, જે વર્તમાન સ્તરેથી આમાં 20 ટકાથી વધારે ઘટાડાનો સંકેત આપે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

UBSએ તેમના રિપોર્ટમાં કહ્યું કે, JLRના ત્રણ મુખ્ય મોડલ્સ- ડિફેન્ડર, રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટના વેચાણમાં સુસ્તી દેખાવાની શરૂ થઈ ગઈ છે.

બ્રોકરેજનું માનવું છે કે, આ મોડલ્સની ઓર્ડર બુકક હવે કોવિડ પહેલાના સ્તરે આવી ગઈ છે, જેનાથી આવનારા સમયમાં રેન્જ રોવર પર ડિસ્કાઉન્ટ વધવાની શક્યતા છે.

હજુ સુધી JLRના પ્રીમિયમ મોડલોના મજબૂત વેચાણે ટાટા મોટર્સના સરેરાશ વેચાણ મૂલ્યને વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ હવે માંગમાં ઘટાડો આવ્યો છો, તો તેની અસર કંપનીના માર્જિન પર પડી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.