2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેર માટે અને એન્કર રોકાણકારો સહિત બધા માટે આ પ્રાઈસ લાગૂ થશે. ટાટા ટેકનો આઈપીઓને અંતિમ દિવસે એટલે કે 24 નવેમ્બરના રોજ 69.43 ટકા સબ્સક્રિપ્શન મળ્યું હતું.
IPO ક્લોઝ થયા બાદ હવે 30 નવેમ્બરના રોજ શેર એલોટમેન્ટ ફાઈલન થશે અને 5 ડિસેમ્બરના રોજ શેર BSE,NSE પર લિસ્ટ થઈ શકે છે.
આ ઈશ્યૂ હેઠળ ઓફર ફોર સેલ વિન્ડો દ્વારા વર્તમાન શેરધારકોને 6,08,50,278 ઈક્વિટી શેરોને વેચાણ માટે રાખ્યા છે.
ટાટા ટેકના આઈપીઓ માટે માર્ચ 2023માં ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કરવામાં આવ્યા હતા અને 27 જૂનના રોજ માર્કેટ રેગુલેટર સેબીની મંજૂરી મળી હતી.
ટાટા ટેક એક ગ્લોબલ એન્જિનિયરિંગ કંપની છે. આ ગ્લોબલ ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને ટર્નકી સોલ્યૂશન્સ સહિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યૂશન્સ રજૂ કરે છે.
MORE
NEWS...
83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.