7 વખત Asia Cupમાં થયેલી ભારત-શ્રીલંકાની ટક્કરમાં કોનું પલડું ભારે?

એશિયા કપમાં ભારતની ઉતાર-ચઢાવવાળી શરુઆત બાદ ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી કરનારી પહેલી ટીમ બની હતી.

હવે કોલંબોના આર પ્રેમાદાસ મેદાનમાં 17મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાવાની છે.

શ્રીલંકાએ પાકિસ્તાનને વર્ચ્યુઅલ સેમિફાઈનલ હરાવી દીધા બાદ હવે ટીમ પોતાની 8મી એશિયા કપ ફાઈનલ ભારત સામે રમશે.

1988 પછી આ બન્ને ટીમો પહેલીવાર એશિયા કપ ફાઈનલમાં ટકારાશે, એ વખતે સિદ્ધુના 76 રનની ઈનિંગથી ભારતની જીત થઈ હતી.

આ પછી ફરી એકવાર ભારતે 1991માં પણ શ્રીલંકાને એશિયા કપની ફાઈનલમાં 7 વિકેટથી હારવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. 

જે બાદ વર્ષ 1995માં ભારતની ફરી એકવાર એશિયા કપની ફાઈનલમાં જીત થઈ હતી. જેમાં 8 વિકેટથી ટીમનો વિજય થયો હતો. 

જોકે, ભારત સામે એશિયા કપની સળંગ ત્રણ ફાઈનલ મેચ ગુમાવ્યા બાદ 1997માં આ મહત્વની ટુર્નામેન્ટમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. 

આ પછી વર્ષ 2004માં ફરી એકવાર બન્ને ટીમો ફાઈનલમાં આમને સામને આવી હતી, જેમાં શ્રીલંકાની 25 રનથી જીત થઈ હતી. 

2008ની ફાઈનલમાં ભારતીય ટીમ અજંતા મેન્ડિશની ફિરકીને સમજવામાં નિષ્ફળ થઈ હતી અને શ્રીલંકાએ 100 રનથી મેચ જીતી હતી. 

આ પછી કેપ્ટન કૂલ ધોનીની આગેવાનીમાં વર્ષ 2010માં શ્રીલંકાને કચડીને ભારતે એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો હતો.