આ દૂધ મંડળી દૂધ કલેક્શનમાં એશિયામાં સૌથી મોખરે

બનાસકાંઠા જિલ્લાની થાવર દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધ કલેકશન કરતી મંડળી તરીકે ઉભરી આવી છે. 

આ મંડળી દ્વારા થાવર ગામમાંથી દર મહિને 20 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે. 

અહીં દૂધ ભરવા આવતા પશુપાલકોના ખાતામાં દર મહિને લગભગ 7 કોરોડ જેટલો પગાર જમા થાય છે.

બનાસ ડેરી સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જ્યારે એક ગામમાંથી સૌથી વધુ દૂધનું કલેક્શન કરતી મંડળી ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલી છે. 

ધાનેરા તાલુકાના થાવર ગામમાં 7,000 જેટલી વસ્તી છે.

ઉપરાંત બનાસ ડેરી દ્વારા થાવર દૂધ મંડળીમાં જ ઉમંગ મોલ બનાવવામાં આવ્યો છે.

આ ઉમંગ મોલમાં તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પશુપાલકોને ક્રેડિટ પર જ મળી જાય છે.

જે 7,000ની વસ્તી ધરાવતા થાવર ગામમાં 500થી પણ વધુ તબેલાઓ આવેલા છે. 

થાવર દૂધ મંડળી દ્વારા પશુપાલકોને બનાસ ડેરીના સહયોગથી પશુઓ અને તબેલાઓ માટે લોન પણ આપવામાં આવે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...