વાસ્તવમાં, રિઝર્વ બેંકે વર્ષ 2016માં 500 રૂપિયાની જૂની નોટ બંધ કરવા માટે નવી નોટ બહાર પાડી હતી. ત્યારથી આરબીઆઈનો દાવો હતો કે, આ નોટને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બનાવવામાં આવી છે.
આ બધી તૈયારીઓ છતાય લોકોનો દાવો છે કે, બેંક તેમની 500 રૂપિયાની એક ખાસ નોટ નકલી જણાવીને પરત કરી રહ્યા છે.
સોશિલય મીડિયા પર ઘણા યૂઝર્સનો દાવો છે કે, સ્ટારના (*) ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ નકલી છે અને દુકાનદાર તેમજ ગ્રાહક તેને લેવાની ના પાડી રહ્યા છે.
આટલું જ નહીં એક યૂઝરે તો અહીં સુધી કહ્યું કે, ઈન્ડસઈન્ડ બેંકે પણ આ નોટ લેવાની ના પાડી દીધી છે.
જ્યારે સોશિયલ મીડિયા પર હંગામો વધ્યો ત્યારે રિઝર્વ બેંકે પોતે જ દરમિયાનગીરી કરી.
RBIએ કહ્યું કે જૂની નોટો બંધ થયા બાદ સ્ટાર સિમ્બોલવાળી નોટ જારી કરવામાં આવી હતી. નોટને ઓળખવા માટે આ એક ખાસ સિમ્બોલ છે અને આ સિમ્બોલવાળી કોઈપણ નોટ નકલી નથી.
આરબીઆઈએ કહ્યું કે મહાત્મા ગાંધી સિરીઝની નવી નોટોનો લેટર 'E' થી શરૂ થાય છે, જેમાં કેટલીક નોટોમાં સ્પેશિયલ કેરેક્ટર સ્ટાર '*' પણ ઉમેરવામાં આવ્યો છે.
MORE
NEWS...
આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા
EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ
એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.