OMG! આ પ્રાણીઓના લોહીનો રંગ નથી લાલ

ઘણાં લોકો માને છે કે, દરેકનું લોહી લાલ હોય છે. પરંતુ, પૃથ્વી પર કેટલાંક એવા જીવ છે જેનું લોહી લાલ નથી.

આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે. ચાલો જાણીએ એવા પ્રાણીઓ વિશે જેમનું લોહી લાલ નથી. 

પિનટ વોર્મ એ એક પ્રકારની ઈયળ છે જેનું લોહી જાંબલી રંગનું હોય છે. 

જ્યારે હેમોરીથ્રિન નામનું પ્રોટીન શરીરમાં ઓક્સિડાઈઝ થાય છે ત્યારે લોહી જાંબલી અથવા ક્યારેક ગુલાબી રંગનું થઈ જાય છે. 

દરિયાઈ કાકડીના લોહનો રંગ પીળો હોય છે. જોકે, આની પાછળનું કારણ વૈજ્ઞાનિક હજું જાણી નથી શક્યાં. 

આઈસ ફિશએ એન્ટાર્કટિકા સમુદ્રના ઉંડાણમાં જોવા મળતી માછલી છે. જ્યાં તાપમાન ખૂબ ઠંડુ હોય છે. જેના કારણે આ માછલીની રચના એવી છે કે તેનું લોહી રંગહીન છે. 

આ માછલીઓ પારદર્શક હોય છે. એટલે કે, આ માછલીના લોહીમાં હિમોગ્લોબિન ્ને હિમોસાયનિન નથી હોતું. 

ન્યૂ ગિની ગરોળીનું લોહી લીલું હોય છે. દેના કારણે આ ગરોળી પણ સંપૂર્ણપણે લીલી છે. તેની જીભ અને સ્નાયુઓ પણ લીલા રંગના છે. 

ઓક્ટોપસ ઘણાં દેશોમાં લોકપ્રિય ખોરાક છે. પરંતુ, આ ઓક્ટોપસનું લોહી લાલ નહીં પણ વાદળી છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો