હાર્ટ એટેક આવતા પહેલા શરીર આપે છે આ સંકેત
ઝડપથી બદલાતી જીવનશૈલી લોકોને રોગો તરફ ખેંચી રહી છે.
આમાંથી એક હાર્ટ એટેક છે, જે હવે સામાન્ય બની રહ્યો છે.
પરંતુ, શું તમે જાણો છો કે હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણી રીતે સિગ્નલ આપે છે.
છાતીમાં દુખાવો અથવા દબાણ થઇ શકે છે.
માથું દુખવુ કે ચક્કર આવવા એ પણ હાર્ટ એટેકની નિશાની છે.
વધુ પડતો પરસેવો પણ હાર્ટ એટેક તરફ ઇશારો કરે છે.
તમારી છાતીમાંથી દુખાવો તમારા હાથ સુધી ફેલાવવા લાગે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓમાં જડબામાં દુખાવો પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.
આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ પણ હાર્ટ એટેકના સંકેતોમાંથી એક છે.