બજાર નિષ્ણાતો હાલમાં માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા ગુણવત્તાયુક્ત શેરોમાં જ નાણાં રોકવાની સલાહ આપી રહ્યા છે.
બ્રોકરેજ હાઉસ ICIC સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલ, જિયોજીત અને MK ગ્લોબલે રોકાણકારોને એક-એક સ્ટોકની યાદી આપી છે.
ચારેય બ્રોકરેજ દ્વારા જણાવેલા આ 4 સ્ટોક વેલ્યુએશનની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક છે અને તેની કિંમત રૂ. 100થી નીચે છે.
Zomato- 91.65 રૂપિયા પર કારોબાર કરતા આ શેરમાં જિયોજિતે 114 રૂપિયા જ્યારે મોતીલાલ ઓસવાલે 110 રૂપિયાના ટાર્ગટ સાથે ખરીદવાની સલાહ આપી છે.
CESC- 82 રૂપિયાના સ્તર પર કારોબાર કરતા આ શેરમાં MK ગ્લોબલે 100 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવાની સલાહ આપી છે.
સાઉથ ઈન્ડિયન બેંક- 24 રૂપિયા પર કારોબાર કરી રહેલા આ શેરમાં ICICI સિક્યોરિટીઝે 28 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવાની સલાહ આપી
Motherson Sumi Wiring- 59 રૂપિયા પર કારોબાર કરી રહેલા આ શેરમાં મોતીલાલ ઓસવાલે 70 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવાની સલાહ આપી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.