કંપનીને મળ્યો 3,000 કરોડનો મેગા ઓર્ડર, હવે કમાણી કરાવશે આ શેર!

વેલસ્પન કોર્પ લિમિટેડના શેર ગુરુવાર 18 જાન્યુઆરીના રોજ 4 ટકાથી વધારેની વૃદ્ધિ સાથે તેની ઓલ ટાઈમ હાઈ 595 પર પહોંચી ગયા છે. 

શેરોમાં આ તેજી પાછળ એક મોટી ડીલ છે. વાસ્તવમાં, વેલસ્પન કોર્પ લિમિટેડની સહયોગી કંપની ઈસ્ટ પાઈપ્સ ઈન્ટીગ્રેટેડ કંપની ફોર ઈન્ડસ્ટ્રીને સાઉદી અરેબિયા સરકારથી કુલ 3,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. 

પહેલો ઓર્ડર સ્ટીલ પાઈપ નિર્માણ અને સપ્લાય માટે સલાઈન વોટર કન્વર્ઝન કોર્પોરેશન તરફથી 2,200 કરોડનો મળ્યો છે. કંપનીએ કહ્યું કે, આ ઓર્ડર 39 મહિનામાં પૂરો થઈ જશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

બીજો 339 કરોડનો ઓર્ડર સ્ટીલ પાઈપનું નિર્માણ અને સપ્લાય માટે સાઉદી અરેબિયાની કંપની અરામકો તરફથી મળ્યો છે. 

ત્રીજો 170 કરોડ રૂપિયાનો ઓર્ડર પણ અરામકો તરફથી સ્ટીલ પાઈપની ડબલ જોઈન્ટિંગ અને કોટિંગ માટે છે. 

કંપનીએ કહ્યું કે, આ ઓર્ડરની અસર નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ક્વાટરથી નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાટર સુધી દેખાશે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.