આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 1 શેરના 2 શેર બનશે
સૂર્યા રોશની લિમિટેડે તેના શેરને 2 ટુકડામાં વહેંચવાનો નિર્ણય કર્યો છે.
આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.
કંપની તરફથી સ્ટોક સ્પ્લિટની જાહેરાત બાદ શેરોમાં તેજી જોવા મળી છે.
બુધવારે સૂર્યા રોશનીના શેર 3.52 ટકાની તેજીની સાથે 1011.55 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા.
આ સ્ટોક સ્પ્લિટ માટે 6 ઓક્ટોબર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
કંપનીની માર્કેટ કેપ 5503.74 કરોડ રૂપિયા છે.
શેરની 52 સપ્તાહની હાઈ 1154.90 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 400.85 રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.