આ કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

સોફ્ટવેર ડેવલપમેન્ટ સર્વિસિઝ આપનારી કંપની ઓલાટેક સોલ્યૂશન્સ તેના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. 

ઓલાટેક સોલ્યૂશન્સે તેના રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 

 કંપની રોકાણકારોને 17:20ના રેશિયોમાં બોનસ શેર આપશે. એટલે કે સોફ્ટવેર કંપની દર 20 શેર પર 17 બોનસ શેર આપશે.

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

ઓલાટેક સોલ્યૂશન્સનો આઈપીઓ ગત વર્ષે ઓગસ્ટમાં 27 રૂપિયાની ફિક્સ પ્રાઈસ પર આવ્યો હતો. 

કંપનીના શેર 51.30 રૂપિયા પર એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. જે હવે 170 રૂપિયા પર પહોંચી ગયા છે.

લિસ્ટિંગ પછી ઓલાટેક સોલ્યૂશન્સના શેરોમાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીના શેરોમાં ગત 8 મહિનામાં 121 ટકાનો ઉછાળો આવ્યો છે.

કંપનીના શેરોનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 199.95 રૂપિયા છે. જ્યારે, ઓલાટેક સોલ્યૂશન્સના શેરોનું 52 સપ્તાહનું નીચલું સ્તર 73.10 રૂપિયા છે. 

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.