પેની શેર જોજુન્ઝા ઓવરસીઝ લિમિટેડ રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે.
કંપનીએ તેના રોકાણકારોને 9 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
કન્સલ્ટિંગ સર્વિસિઝ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની જોજુન્ઝા ઓવરસીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 9:50 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
કંપનીના શેર 8 સપ્ટેમ્બરના રોજ બીએસઈ પર 13.27 રૂપિયા પર બંધ થયા હતા.
જોજુન્ઝા ઓવરસીઝ લિમિટેડનો બોનસ શેર આપવા મામલે ટ્રેક ખૂબ જ શાનદાર રહ્યો છે.
જોજુન્ઝા ઓવરસીઝ લિમિટેડના શેરોમાં આ વર્ષે હજુ સુધી 21 ટકની તેજી આવી છે. ગત એક મહિનામાં પણ કંપનીના શેર 21 ટકા વધ્યા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.