શેરબજારમાં લિસ્ટેડ કંપની બજાજ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડે 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થનારા નાણાકીય વર્ષ માટે અંતરિમ ડિવિડન્ડની મંજૂરી આપી દીધી છે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવાર, 15 સપ્ટેમ્બરના રોજ થયેલી તેની બેઠકમાં 110 રૂપિયા પ્રતિ શેર એટલે કે 1100 ટકાના ડિવિડન્ડને મંજૂરી આપી છે.
ડિવિડન્ડ માટે 29 સપ્ટેમ્બર, 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2023માં પણ 135 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022માં પ્રતિ શેર 115 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
બજાજ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના શેરની કિંમત 7,126.05 રૂપિયા છે.
શેરે 17 જુલાઈ 2023ના રોજ 7,638 રૂપિયાના સ્તરને સ્પર્શ કર્યું. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.