માહીનો જબરો ફેન! પીઠ પર કરાવ્યું M.S Dhoniનું ટેટૂ

ક્રિકેટ જગતના સૌથી શિસ્તબંધ અને લોકોના દિલોમાં રાજ કરતો ખેલાડી એટલે મહેન્દ્ર સિંહ ધોની.

જેમણે પોતાના શાનદાર પર્ફોમન્સથી દુનિયામાં લાખો ક્રિકેટ રસિકોના મન જીત્યા છે.

કોઈ નાનામાં નાના પ્લેયરથી લઈનેમોટા પ્લેયર સુધી તમામને કઈ રીતે રિસ્પેક્ટ આપવી એ મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખવી આવશ્યક બને છે.

મહેન્દ્રસિંહ ધોનીના આ સ્વભાવને કારણે નવસારીનો એક યુવાન ધોનીનો દીવાનો બન્યો છે.

જેથી તેણે પોતાના આખા શરીર પર મહેન્દ્રસિંહ ધોની નું પરમેનેન્ટ ટેટૂ બનાવ્યું છે.

ધોની જ્યારથી લાંબા વાળ રાખતો ત્યારથી તમામ ચાહકોના મનમાંથી વસી ગયો છે.

જય સોની સાથે પણ આવું જ બન્યું હતું.  નવસારીના યુવાન જય સોનીએ 2008માં ધોનીને પ્રથમ વખત મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં જોયો હતો.

2011માં જ્યારે ધોનીએ ઇન્ડિયાને વર્લ્ડ કપ અપાવ્યો ત્યારથી તેધોનીનો જબરો ફેન બન્યો.

નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોની કે જેણે પોતાના જ શરીર પર આ સમગ્ર મહેન્દ્રસિંહ ધોનીનું ટેટૂ બનાવ્યું છે.

મહત્વની વાત એ છે કે ધોનીમાં ધીરજ રાખીને કામ કરવાનો જે ગુણ છે. તે ગુણ જય સોનીએ પોતાની જાતમાં પણ કેળવ્યો હતો.

પરિવારે ના પાડી હોવા છતાં તેણે ધીરજ ગૂમાવી નહી. તેણે રાહ જોઈ અને અંતે તેના પરિવારજનોએ ટેટૂ પડાવવાની વાત માની ગયા હતા.

પરિવારજનોની પરવાનગી મળતાની સાથે 2018 માં તેણે મુંબઈ જઈ એક ટેટૂ આર્ટિસ્ટ પાસે ટેટુ બનાવડાવ્યું.

તેણે પોતાની પીઠ પાછળ મહેન્દ્રસિંહ ધોનીનુ ચિત્ર બનાવ્યું છે.

આમ, નવસારીનો આ યુવાન દુનિયામાં રહેલા મહેન્દ્રસિંહ ધોનીના ફેન પૈકી અલગ તરી આવ્યો.

જેથી આપણે ખરા અર્થમાં જબરો ફેન કહી શકીએ છીએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો