નવા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024 ગુજરાતમાં યોજવામાં આવી રહી છે
તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે.
"ગેટવે ટુ ધ ફ્યુચર"ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન
કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર દ્વારા સમિટનું આયોજન
વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 સપ્ટેમ્બર 2003ના રોજ વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર મીટની શરૂઆત
રાજ્યની રોકાણની સંભાવનાઓને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા દર બે વર્ષે સમિટનું આયોજન
વિવિધ ક્ષેત્રોની શક્તિઓ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના વિઝનને આગળ ધપાવવા વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન
ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન, ખાદ્ય સુરક્ષા, હેલ્થ કેર, ટેકનોલોજી અને લાઈફ સાયન્સ જેવી વિવિધ થીમ
સમિટની કેટલીક હાઈલાઈટ્સમાં ગુજરાતના રોડ મેપ ટુ વિકસિત ભારત 2047 અને msme conclaveનો પણ સમાવેશ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઈન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન, ઈન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઈન્ડિયા સ્ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, જેવા સર્વિસ સેક્ટર ઉપર ફોકસ
કન્ઝ્યુમર ટેકનોલોજી, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, સ્માર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સર્વિસ સેક્ટરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવો
વોલ પેઈન્ટિંગ, સેમિનાર હોલ, રોડ બ્યુટીફિકેશન, મહાત્મા મંદિર એન્ટ્રન્સના દરવાજા વગેરે અનેક વિવિધ કામો શરૂ
મુખ્યમંત્રીનું કાર્યાલય ss1, નવા સચિવાલય અને ગાંધીનગર શહેરના રસ્તાઓ વગેરે જગ્યાએ કલરફુલ ફ્લાવર્સ , બેનર્સ અને વાયબ્રન્ટ સમિટના લોગો પણ મૂકવામાં આવ્યા