અપડેટર સર્વિસિઝ લિમિટેડે તેના IPO માટે 280-300 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.
કંપનીનો આઈપીઓ 25 સપ્ટેમ્બરના રોજ ઓપન થશે અને 27 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.
એન્કર રોકાણકારો 22 સપ્ટેમ્બરથી દાવ લગાવી શકશે.
આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે.
આમાં OFS દ્વારા 80 લાખ ઈક્વિટી શેરોનું વેચાણ કરવામાં આવશે.
IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા, કાર્યશીલ મૂડી આવશ્યકતાઓ, વિસ્તાર અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે.
1990માં રઘુનંદર તંગિરલાએ અપડેટર સર્વિસિઝ લિમિટેડની સ્થાપના કરી હતી.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.