યથાર્થ હોસ્પિટલના આઈપીઓને રોકાણકારો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી.
આ ઈશ્યૂ 26-28 જુલાઈ દરમિયાન 36.15 ટકા સબ્સક્રાઈબ થયો છે.
હવે બધાની નજર શેર એલોટમેન્ટ અને લિસ્ટિંગ પર છે.
શિડ્યુલ પ્રમાણે, શેર એલોટમેન્ટ 2 ઓગસ્ટ અને લિસ્ટિંગ 7 ઓગસ્ટના રોજ છે.
અનલિસ્ટેડ માર્કેટમાં આ ઈશ્યૂ આજે 85 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
તેનો અર્થ છે કે, 300 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી શેરોનું લિસ્ટિંગ 385 રૂપિયાના ભાવ પર થઈ શકે છે.
જો આવું થયું તો રોકાણકારોને 28 ટકાનો બમ્પર નફો થશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.