ભારત સહિત દુનિયાભરમાં રેલવેને મુસાફરીનું સૌથી સસ્તુ અને સારું સાધન માનવામાં આવે છે.
દુનિયાની સૌથી લાંબી ટ્રેન કઈ છે, જો નથી ખબર તો અમે તમને જણાવીએ આ રેલવેનું નામ અને રૂટ.
‘ધ ઓસ્ટ્રેલિયન બીએચપી આયરન ઓર’ને દુનિયાની સૌથી લાંબી ટ્રેન કહેવામાં આવે છે.
21 જૂન 2001માં ચાલેલી આ રેલવેએ સૌથી ભારે ટ્રેનની સાથે સૌથી લાંબી ટ્રેનનો વિશ્વસ રેકોર્ડ પણ તોડી દીધો હતો.
તેની કુલ લંબાઈ 7.3 કિલોમીટર હતી.
વાસ્તવમાં આ એક માલગાડી હતી અને આમાં 682 ડબ્બા લાગેલા હતા.
275 કિમીનું અંતર કાપવામાં તેણે 10 કલાક અને 4 મિનિટ લગાવી હતી.
આ ટ્રેને 1991માં દક્ષિણ આફ્રિકામાં બનાવવામાં આવેલી દુનિયાની સૌથી લાંબી ટ્રેનનો રેકોર્ડ તોડી દીધો હતો.
આ ટ્રેને 1991માં દક્ષિણ આફ્રિકામાં બનાવવામાં આવેલી દુનિયાની સૌથી લાંબી ટ્રેનનો રેકોર્ડ તોડી દીધો હતો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.