19 વર્ષ બાદ શ્રાવણ માસમાં બન્યો આ પવિત્ર સંયોગ, જાણો શું છે મહત્વ

શ્રાવણ માસ અને અધિક માસ ધર્મપ્રેમીઓ માટે પવિત્ર ગણવામાં આવે છે.

આ મહિનાઓમાં દાનનું તેમજ પૂજા-પાઠનું અનન્ય મહત્વ રહે છે.

વિક્રમ સંવત 2080માં આવતા અધિક માસના કારણે શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે. 

19 વર્ષ બાદ આ વર્ષે અધિક માસ સાથે શ્રાવણ મહિનો આવ્યો છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ ન થાય તે માસને અધિક માસ કહેવામાં આવે છે.

પુરુષોત્તમ માસ તરીકે પણ આ માસને ઓળખવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના પૂજન, અર્ચન, સત્સંગ, કીર્તન ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો અધિક માસ ઉત્તમ માસ ગણાય છે.

પ્રાચીન સિદ્ધાંતોની ગણના પ્રમાણે આશરે 30 માસ બાદ એક અધિક માસ આવે છે. 

દર બત્રીસ, ચંદ્રમાસ, 16 તિથિ, ત્રણ ઘટીકા અને 55 પળ પછી એક અધિક માસ આવતો હોય છે.

અધિક માસમાં શ્રદ્ધા સહિત પૂજન કરનાર પર હરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત, વ્યક્તિના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પદાર્થ સિદ્ધ થાય છે.

શ્રાવણ મહિનો શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. 

શ્રાવણ મહિનાથી વરસાદની શરૂઆત થતી હોવાથી ખેડૂતો માટે પણ આ માસ ખુશીનો હોય છે.

રક્ષાબંધન, જન્માષ્ટમી, શીતળા સાતમ જેવા તહેવારો શ્રાવણ માસ વખતે આવતા હોય છે. શ્રાવણ માસમાં સોમવારનું ખાસ મહત્વ હોય છે. 

કુંવારીકાઓ જો શ્રાવણ માસમાં સોળ સોમવારના વ્રત કરે તો સારા વરની પ્રાપ્તિ થાય છે. 

પાર્વતી માતાએ શ્રાવણ માસમાં શિવ ભગવાનને પામવા માટે શ્રદ્ધાભેર પૂજા કરી હતી અને અંતે પાર્વતી માતાને શિવ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી.

આ વર્ષે શ્રાવણ માસ 2 મહિનાનો છે. જેમાં 17 તારીખે સોમવતી અમાસ છે અને 18 તારીખથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. 

અધિક માસમાં વિષ્ણુ પૂજન કરવામાં આવે છે જ્યારે શ્રાવણ મહિનામાં શિવનું પૂજન કરવામાં આવે છે.

આ વર્ષે હરિહરનો સમન્વય થયો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો