શેરબજારની આ મલ્ટીબેગર કંપનીનું નામ બદલાઈ જશે

રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપની સોમ ડિસ્ટિલરીઝના બોર્ડે મંગળવારે કંપનીમાં મોટા ફેરફારને મંજૂરી આપી છે.

શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે તેના બોર્ડે કંપનીના નામમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે.

આ જાહેરાતો બાદ શેરમાં ઉછાળો આવ્યો છે અને બજારમાં ઘટાડા વચ્ચે પણ સોમ ડિસ્ટિલરીઝનો સ્ટોક મંગળવારના રોજ લગભગ 4 ટકાના વધારા સાથે બંધ થયો હતો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડે કંપનીનું નામ સોમ ડિસ્ટિલરીઝ બ્રેવરીઝ એન્ડ વાઈનરીઝ લિમિટેડમાંથી બદલીને સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રેવરીઝ લિમિટેડ અથવા આવા કોઈ નામને મંજૂરી આપી છે.

આવું કોઈ નામ જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે ઉપલબ્ધ છે અને જેની પાસે આ માટે જરૂરી તમામ મંજૂરીઓ છે.

બોર્ડે સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી છે અને કહ્યું છે કે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેરને રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા શેરોમાં વહેંચવામાં આવશે.

કંપનીનો સ્ટોક મલ્ટિબેગર સ્ટોક છે. માત્ર 3 વર્ષમાં કંપનીએ તેના રોકાણકારોને 771 ટકા વળતર આપ્યું છે. એટલે કે 3 વર્ષમાં રૂપિયા 8 ગણા કરી દીધા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.