ખેતીમાં અઢળક પૈસા કમાવા હોય, તો આ ખેડૂતની જેમ કરો ખેતી.

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે.

આધુનિક પદ્ધતિથી ખેતી કરી ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે.

ત્યારે ડીસાના માલગઢ ગામના કિશનલાલ ટાંક ડાયમંડનો વેપાર છોડી શાકભાજીની ખેતી તરફ વળ્યા છે.

હાલ તેઓ પોતાના ખેતરમાં આંતર પાકની ખેતી કરી, ખર્ચ કરતા બમણી આવક મેળવી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં લસણ અને ડુંગળીની ખેતી કરી હતી.

આ ખેતી થકી તેમણે 8 લાખ રૂપિયા સુધીની આવક મેળવી હતી.

સાથો સાથ ખેડૂતે તુરીયા, મરચાં અને ગલગોટા ફૂલની પણ ખેતી કરી છે.

આ પાકની ખેતીમાં  અત્યાર સુધીમાં ખેડૂત 2.5 લાખ જેટલી આવક મેળવી ચૂક્યા છે.

અડધા વીઘા જમીનમાં કરેલી ગલગોટા ફૂલની ખેતી થકી પણ 35 હજારની આવક મેળવી ચૂક્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...