મીઠી ખજૂરના અદ્ભૂત ફાયદા
ખજૂર ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ મીઠો હોય છે.
મેડજૌલ ખજૂર અને ડિગ્લેટ નૂર ખજૂર જેવા વિવિધ પ્રકારમાં ખજૂરને વહેંચવામાં આવે છે.
અહીં ખજૂરના કેટલાક ફાયદા જણાવવામાં આવ્યા છે.
ખજૂરમાં મેંગેનીઝ, વિટામિન બી6, પોટેશિયમ વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજો હોય છે.
ખજૂરમાં રહેલું ફાઈબર પાચનમાં મદદ કરે છે. કારણ કે તે કબજિયાત અટકાવે છે. જે એકંદર આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે
ખજૂરમાં ફ્લેવોનોઇડ્સ, કેરોટીનોઇડ્સ અને
ફેનોલિક એસિડ્સ
જેવા ત્રણ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે
એન્ટીઑકિસડન્ટ્સ કોષોને નુકસાનથી બચાવે છે. તેઓ શરીરને હાનિકારક રોગોથી પણ બચાવે છે
સગર્ભા સ્ત્રીઓને ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. જે તેમની નોર્મલ ડિલિવરી માટે કારણભૂત બને છે.
તમારા આહારમાં ખજૂરનો સમાવેશ કરવાથી મગજની કામગીરી પ્રબળ બનાવે છે. ખજૂર મગજમાં ઈન્ટરલ્યુકિન 6 જેવા બળતરાદાયક પદાર્થોને ઘટાડવામાં મદદ કરે છે.
ખજૂરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ સહિત વિવિધ ખનિજો હોય છે. આ બધામાં હાડકા સંબંધિત બીમારીઓને અટકાવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...