આ 3 બેંકોએ વધાર્યો MCLR રેટ, લાખો લોકોની EMI વધશે

દેશની 3 મોટી બેંકો પાસેથી લોન લેવી હવે મોંઘી થઈ ગઈ છે.

કારણ કે આ બેંકોએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે.

MCLR વધવાથી હવે તમામ પ્રકારની બેંક લોનનું વ્યાજ વધશે.

પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ તેમાં વધારો કર્યો છે

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, ICICI બેંકે તમામ મુદત માટે MCLRમાં 5 bpsનો વધારો કર્યો છે.

પંજાબ નેશનલ બેંક (PNB) એ ઓગસ્ટ મહિના માટે MCLR દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓવરનાઈટ રેટ 8.10 ટકા અને એક મહિનાનો MCLR રેટ 8.20 ટકા થઈ ગયો છે.

બેન્ક ઓફ ઈન્ડિયામાં ત્રણ મહિના માટે MCLR રેટ 8.30 ટકા અને છ મહિના માટે MCLR રેટ 8.50 ટકા થઈ ગયો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.