મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને કરોડપતિ બનાવશે આ 3 બાબતો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોને હંમેશા તે આશા હોય છે કે, તેમને સારું રિટર્ન મળતું રહે.

મોટાભાગના કિસ્સામાં એવું થાય પણ છે અને રોકાણકારોને સારું રિટર્ન મળે છે. પરંતુ, કેટલાક લોકો વધારે ઉત્સાહમાં આવીને સાવધાની નથી રાખતા અને તેમના રૂપિયા ગુમાવી બેસે છે. 

તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા લગાવી રહ્યા હોવ તો 3 બાબતોનું ધ્યાન રાખજો.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

વાસ્તવમાં, મોટાભાગના લોકો શેરબજારની અસ્થિરતાથી ખુશ નથી. પરંતુ એસેટ ક્લાસમાં વિવિધીકરણ કરીને મોટું રિટર્ન મેળવી શકાય છે.

કેમ સારું છે મલ્ટી એસેટ ફંડ- સલાહકાર ખોજના સહ-સ્થાપક દ્વૈપાયન બોઝ કહે છે કે મલ્ટી એસેટ ફંડ્સ હાઇબ્રિડ ફંડ્સ છે અને સેબીના નિયમો મુજબ, ફંડ હાઉસોએ તેમના ફંડનું ન્યૂનતમ 10 ટકાથી ઓછામાં ઓછા ત્રણ એસેટ ક્લાસમાં રોકાણ કરવું પડશે. 

1. સૌથી પહેલા પ્રત્યેક એસેટ ક્લાસથી સર્વોત્તમ રિટર્ન મેળવવા માટે સુનિશ્ચિત કરો કે, ફંડ લેબલના અનુરૂપ છે અને એસેટ ફાળવણી મિશ્રણમાં ફેરફાર નથી. 

2. એવું ફંડ પસંદ કરવાનું છે, જેનું આતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં પણ રોકાણ હોય. ઉદાહરણ માટે નિપ્પોન મલ્ટી એસેટ ફંડ જે ચાર પરિસંપત્તિ વર્ગોમાં રોકાણ કરે છે અને કોર્પસનો 20 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં જાય છે.

3. મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવાનો ત્રીજો ફાયદો રોકાણકારોને મળનારો ઈન્ડેક્સેશન ફાયદો છે. ઈન્ડેક્સેશન તમને ફંડથી વધારે રિટર્ન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. કારણ કે, રોકાણના મૂલ્યની ગણના મોંઘવારી જેવા કારકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તેનાથી તમને વધારે લાભ મળે છે.

જો માત્ર નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડની વાત કરવામાં આવે તો 15.72 રિટર્નની સાથે સૌથી આગળ છે. ત્યારબાદ 13.85 ટકાની સાથે મોતીલાલ ઓસવાલ અને 13.74 ટકાની સાથે HDFC મલ્ટી એસેટ ફંડ છે. આ દરમિયાન ટાટા મલ્ટી એસેટ ફંડનું રિટર્ન 12.71 ટકા રહ્યું છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.