આ 5 ડિફેન્સ સ્ટોક કરાવી શકે નુકસાન, 20% સુધી ગબડશે ભાવ

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, પારસ ડિફેન્સ લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ જેવી ડિફેન્સ કંપનીઓના સ્ટોકમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.

બ્રોકરેજ ફર્મ નિર્મલ બંગે પોતાના એક તાજેતરના રીપોર્ટમાં આ અનુમાન જાહેર કર્યુ છે. 

HALના શેરોમાં પહેલા જ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન લગભગ તેની નજીકમાં ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ મઝગાંવ ડોક અને તેની અન્ય સમકક્ષ કંપનીઓના સ્ટોક્સમાં પણ રેકોર્ડ હાઇ લેવલથી ઘટાડો આવ્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

નિર્મલ બંગે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે, તેઓ જે ડિફેન્સ સ્ટોક્સને કવર કરે છે. તેણે છેલ્લા 3 મહીનામાં 58 ટકા, છેલ્લા 6 મહીનામાં 75 ટકા અને છેલ્લા 3 વર્ષમાં 776 ટકાનું દમદાર રીટર્ન આપ્યું છે. 

 બ્રોકરેજે તેની પાછળના મુખ્ય કારણ તરીકે આ કંપનીઓના મજબૂત ઓર્ડર બૂક, રેવેન્યૂ ગ્રોથ અને ડિફેન્સ સેક્ટરમાં સરકારની આત્મનિર્ભરતા પરના જોરને ગણાવ્યું છે.

નિર્મલ બંગે જણાવ્યું કે, ખૂબ જ મજબૂત અર્નિંગ ગ્રોથ માનવા છતા આ શેરોના ઉંચા મલ્ટીપલને યોગ્ય ગણવા મુશ્કેલ છે. 

બ્રોકરેજે જણાવ્યું કે, તેમના કવરેજ વાળા સ્ટોક્સનું રીટર્ન ઓન ઇક્વિટી મલ્ટીપલ નાણાકીય વર્ષ 2026માં 10 ટકાથી 30 ટકાની વચ્ચે રહે તેવું અનુમાન છે.

બ્રોકરેજે લખ્યું કે, “તેથી અમે ડિફેન્સ સેક્ટરનું રેટિંગ ઘટાડીને વેચવાની સલાહ આપીએ છીએ અને વેલ્યૂએશન યોગ્ય લેવલે આવે ત્યાં સુધી તેનાથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ.” 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.