શિયાળામાં હાડકાંને મજબૂત બનાવશે આ 5 ડ્રીંક્સ, નહીં થાય કેલ્શિયમની ઉણપ

શિયાળાની ઋતુમાં હાડકાંની ખાસ કાળજી લેવી જરૂરી છે. આ માટે, માત્ર વજન જાળવી રાખવું અને જિમ જવું પૂરતું નથી, પરંતુ તમે શું પીઓ છો તે પણ ઘણું મહત્વનું છે.

કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર કેટલાક ડ્રીંક્સ હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અમે તમને એવા 5 ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ જેના નિયમિત સેવનથી તમારા હાડકાં મજબૂત થશે.

દૂધ દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ પ્રોટીન અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે આપણા હાડકાની મજબૂતાઈમાં મહત્વનો ભાગ ભજવે છે. 

સોયા દૂધ જો તમે દૂધ નથી પીતા તો સોયા મિલ્ક તમારા માટે સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમની પૂરતી માત્રા હોય છે, તે આપણાં હાડકાંના સ્વાસ્થ્ય માટે જ સારું નથી, પણ તેમને લાંબા સમય સુધી મજબૂત પણ બનાવે છે.

બ્રોકોલીનો રસ રસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને હાડકાંને મજબૂત કરતા તમામ જરૂરી તત્વો હોય છે. પ્રવાહી સ્વરૂપે તેનું સેવન કરવાથી તમામ પોષક તત્વો મળે છે અને હાડકાંને શક્તિ મળે છે. 

ઓરેન્જ જ્યુસ નારંગીનો રસ માત્ર સ્વાદમાં જ સારો નથી પરંતુ તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. 

ઓરેન્જ જ્યુસ વિટામિન સી હાડકાંની રચના માટે જરૂરી કોલેજન બનાવવામાં મદદ કરે છે. નારંગીનો રસ હાડકાંને મજબૂત બનાવે છે અને સરળતાથી તૂટતા નથી. 

ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી માત્ર આપણા તણાવને ઘટાડે છે પરંતુ તે હાડકાંના એકંદર સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ શરીરને ડિટોક્સિફાય કરે છે અને હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે.