આ 5 રીતે તમારા ફોનમાં પ્રવેશે છે વાયરસ, આ રીતે રાખો સુરક્ષિત
તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો, પરંતુ કેટલીક એવી ભૂલો છે જેના કારણે તમારા ફોનમાં વાયરસ પ્રવેશ કરે છે, આ ભૂલો કરવાથી બચો.
આવો અમે તમને એક-એક કરીને આ તમામ વિશે માહિતી આપીએ
અજાણી લિંક્સ માત્ર ખતરનાક જ નથી હોતી પણ તમારા હેન્ડસેટમાં વાયરસ ઇન્સ્ટોલ કરવા માટે એક ક્લીક જ કાફી હોય છે, હવેથી અજાણી લિંક પર ક્લીક કરતા બચજો
જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ, ઈમેલ કે મેસેજ દ્વારા આકર્ષક ઑફર મળે તો પહેલા સંપૂર્ણ ચેક કરી લેજો, આવી અજાણી લિંક પર ક્લિક કરવાની મોટું નુકસાન થઇ શકે છે.
કોઈપણ શંકાસ્પદ વેબસાઈટની મુલાકાત ન લેવી, આવી સાઈટમાં આપેલી અજાણી લિંક પર ક્લિક કરવાથી હેન્ડસેટમાં વાયરસ આવવાનું જોખમ વધી જાય છે.
ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી જ મોબાઈલ એપ્સ ઈન્સ્ટોલ કરો, એપીકે ફાઈલ દ્વારા એપ ઈન્સ્ટોલ કરવાની ભૂલ ન કરો
ફ્રી વાઇ-ફાઇનો લોભ મોંઘો પડી શકે છે, હેન્ડસેટને ફ્રી વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરવાથી ડિવાઇસમાં વાયરસ આવવાનું જોખમ વધી જાય છે