કોરોના બાદ આ દેશોમાં જવા ભારતીય વિદ્યાર્થીઓ તત્પર

મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાનું સપનું જોતા હોય છે

હમણા સુધી કેનેડા અને અમેરિકા સૌથી લોકપ્રિય દેશો તરીકે રહ્યા છે

જોકે, હવે ભારતીય લોકોની પસંદગીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે

ભારતીય વિદ્યાર્થીઓ આયર્લેન્ડ, જર્મની, ફ્રાંસ, મલેશિયા, સિંગાપોર જેવા દેશો તરફ વળ્યા છે

આ દેશો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કરિયરની ઉત્તમ તક ઓફર કરે છે

કેનેડા અને અમેરિકામાં વધતી ભીડના કારણે હવે અન્ય દેશ માંગમાં છે

જર્મનીમાં ઓફર થતુ ફ્રી શિક્ષણ ખાસ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યુ છે

આ લિસ્ટમાં મલેશિયા અને સિંગાપોર એકદમ નવા દેશો તરીકે ઉભરી આવ્યા છે

આયર્લેન્ડ પણ અભ્યાસ અને નોકરીના ક્ષેત્રે સારુ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે