આ રાખડી ભાઈને રાખશે હેલ્ધી
આજના યુવાનોને ચિંતા અને નિરાશા ઘેરી વળી છે.
આ ચિંતા અને તણાવ શાંત કરવા માટે લોકો ક્રિસ્ટલ હીલિંગ સ્ટોનનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પ્રકારના ક્રિસ્ટલ હીલિંગ સ્ટોન વિવિધ ગુણધર્મો ધરાવે છે.
પહેલાં આવા પથ્થરને ઘરમાં ઓફિસમાં મૂકવામાં આવતા હતા.
આજે હાથમાં પહેરવાના બ્રેસલેટમાં પણ આ પ્રકારના સ્ટોન ઉપયોગ કરવામાં આવે છે.
તાજેતરમાં આવા સ્ટોનથી તૈયાર થયેલી રાખડીઓ પણ બજારમાં આવી છે.
આવી રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
રક્ષાબંધન નજીક આવી રહી છે, બહેનોએ ભાઈઓ માટે રાખડીની ખરીદીઓ શરૂ કરી દીધી છે.
આ વર્ષે ક્રિસ્ટલ હીલિંગ સ્ટોન દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બહેનો વધારે પસંદ કરી રહી છે.
ભાઈઓના હેલ્થ માટે, મની મેનેજમેન્ટ માટે, ગ્રોથ અને સક્સેસ માટે અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ હીલિંગ સ્ટોનથી આવી રાખડીઓ બનાવવામાં આવે છે.
જ્વાળામુખીમાંથી નીકળતા પથ્થરના મણકા બનાવીને આવી ક્રિસ્ટલ હીલિંગ સ્ટોનની રાખડી બનાવવામાં આવે છે.
આ રાખડીનો ભાવ સામાન્ય રીતે 70 રૂપિયાથી શરૂ કરી 150 રૂપિયા સુધી હોય છે.
આવી રાખડીઓની ઓનલાઈન માંગમાં પણ વધારો થયો છે.
રાખડીઓનું વેચાણ કરતા સંજયભાઈ ચોકસીએ જણાવ્યું કે, દર વર્ષ કરતાં આ વર્ષે આ ક્રિસ્ટલ હીલિંગની પથ્થરની રાખડીઓના સારા ઓર્ડર મળી રહ્યા છે.
જેમ લોકોમાં ક્રિસ્ટલ હીલિંગ સ્ટોનની સમજણ અને જાણકારી આવે છે, તેમ લોકો હવે આ પથ્થર તરફ વધુ આકર્ષિત થાય છે.
બહેનો આ રાખડી બાંધીને ભાઈના સ્વાસ્થ્ય અને સારા ભવિષ્ય માટેની કામના કરે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...