કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા કરે છે. 

ત્યારે રાજકોટનાં મુસ્લિમ યુવાન શ્રાવણમાં ભગવાન શિવજીની પૂજા કરે છે. 

તેઓ છેલ્લા 32 વર્ષથી ભગવાન શિવની પૂજા કરે છે. તેઓ 11 કિ.મી દૂર ચાલીને શિવ મંદિરે પહોંચે છે.

દેશમાં દરેક ધર્મનાં લોકો પોતાની સંસ્કૃતિ અને રિવાજ પ્રમાણે તહેવારની ઉજવણી કરે છે. 

ત્યારે, રાજકોટમાં રહેતા મુસ્લિમ યુવક અહેસાનભાઈ ચૌહાણ હિન્દુના પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી રહ્યા છે. 

અહેસાનભાઈ રોજ નમાજ અદા કરે છે. તેમજ મુસ્લિમ ધર્મનાં દરેક તહેવારની આસ્થા સાથે ઉજવણી કરે છે. 

પરંતુ, તેઓ શ્રાવણ માસમાં પણ નિયમિત શિવ મંદિરે જઈ રહ્યા છે. 

સવારે તેઓ મહાદેવની પૂજા કરે છે અને સાંજે નમાજ અદા કરે છે. 

અહેસાનભાઈએ કહ્યું કે, આજે હજારો હિન્દુ દરગાહએ આવે છે અને હજારો મુસ્લિમ મંદિરમાં દર્શન માટે જાય છે. 

તેઓએ પહેલા તાજીયામાં દુવા કરી અને હવે શ્રાવણમાં પ્રાર્થના કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો