આ ત્રણ ફળ બ્લ્ડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં

વધતા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે.

બીપી કાબૂમાં ન રહે તો બ્રેઈન હેમરેજ, લકવા જેવી અનેક બીમારી થવાની શક્યતા છે. તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમે કેટલાક ફળોનું સેવન કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો.

કેળું પાચનક્રિયાને મજબૂત બનાવે છે. તેના પોષક તત્વો બ્લડ પ્રેશર માટે રામબાણ તરીકે કામ કરે છે.

 દરરોજ કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

કીવીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ, મિનરલ્સ હોય છે, જે પાચનતંત્રને મજબૂત રાખે છે. 

કીવી ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે, જે શરીરને બીમારી સામે લડવાની શક્તિ આપે છે.

બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત દર્દી માટે કેરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

કેરીમાં મળતું બીટા કેરોટીન અને ફાઈબર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ  તત્વો બ્લડપ્રેશર કંટ્રોલ રાખવાનું કામ કરે છે.