આ તમારે જાણવું જોઇએ

આ ટિપ્સ કેળાને નહીં પડવા દે કાળા

રોજ કેળા ખાવા કેટલાય લોકોની આદત હોય છે.

કેળા લાંબા સમય સુધી તાજા રહેતા નથી.

કેળા ખરીદ્યાના એક દિવસ પછી તે કાળા થવા લાગે છે.

જેથી આજે આપણે કેટલીક ટિપ્સ જોઇએ જે કેળાને વધારે દિવસો સુધી તાજા રાખી શકે છે.

કેળાને લટકતા રાખવાથી તે જલ્દી કાળા નહીં થાય. દુકાનોમાં પણ કેળાને લટકાવવામાં આવે છે.

કેળાની દાંડીના ભાગ પર પ્લાસ્ટિક વીંટાળવાથી તે જલદી કાળા નથી થતા.

પાણીમાં થોડો વિનેગર મિક્સ કરો અને આ પાણીથી કેળાને સાફ કરો. 

વિનેગરવાળા પાણીથી સાફ કરવાને કારણે કેળા ઘણા દિવસો સુધી કાળા થતા નથી અને બગડતા પણ નથી.

કેળાને એક મહિના સુધી તાજા રાખવા માટે કેળાને હવાચુસ્ત પ્લાસ્ટિક બેગમાં બંધ કરીને ફ્રીઝરમાં રાખવા જોઇએ.

કેળાને એક મહિના સુધી તાજા રાખવા માટે કેળાને હવાચુસ્ત પ્લાસ્ટિક બેગમાં બંધ કરીને ફ્રીઝરમાં રાખવા જોઇએ.