આ બેંકિંગ શેરે 2 મહિનામાં રૂપિયા કરી દીધા ડબલ

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોએ ધમાલ મચાવી દીધી છે

આ નાની બેંકના શેર ગુરવારે 17 ટકાની તેજીની સાથે 61.58 રૂપિયા પર પહોંચી ગયા હતા. આ બેંકિંગ શેરની નવી 52 સપ્તાહની હાઈ હતી.

ઉત્કર્ષ સ્મોલ બેંકના શેરોએ લગભગ અઢી મહિનામાં જ રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે. 

MORE  NEWS...

‘પાર્ટી તો બનતી હે’! 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી મંજૂરી, હવે 1 શેરના 10 શેર બનશે

એવું તો શું થયું કે ગુજરાતની કંપનીના ખાડે ગયેલા શેર ફરી રોકેટ બન્યા અને 6 મહિનામાં લગાવી 300%ની છલાંગ?

અઢી મહિના પહેલા આઈપીઓમાં બેંકના શેર 25 રૂપિયામાં મળ્યા હતા અને ગુરુવારે તે 60 રૂપિયાની પાર પહોંચી ગયા હતા. 

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓ જુલાઈ 2023માં 23-25 રૂપિયાના પ્રાઈસ બેન્ડ પર આવ્યો ગતો. 

21 જુલાઈ 2023ના રોજ શેર 39.95 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના અઢી મહિનામાં જ શેરમાં જબરદસ્ત તેજી આવી છે અને ભાવ 60 રૂપિયાની પાર જતા રહ્યા છે. 

ગત સપ્તાહમાં આ બેંકિંગ શેરોમાં 18 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. 

શેરની 52 સપ્તાહની હાઈ 61.58 રૂપિયા જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 37.25 રૂપિયા છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.